બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદે આવેલાં ગામડાંમાં તીડનું આક્રમણ થયું છે. તીડ ઝૂંડના હુમલાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આશરે 10 જેટલાં ગામોમાં તીડનાં ઝૂંડ ચડી આવ્યાં છે, જેણે ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ગુજરાતમાં આ પહેલાં પણ ખેડૂતો તીડના આક્રમણનો ભોગ બની ચૂક્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તીડના હુમલાના કારણે તેમને લાખોનું નુકસાન થયું છે.
ખેડૂતો, પ્રશાસન, શાળાના શિક્ષકો અને બાળકો દરેક સાથે મળીને તીડનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે જુવો નીચે આપેલા કેટલાક વિડીયોમાં
જોકે, હવે જંતુનાશક દવા છાંટીને તીડને અહીંથી ભગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તીડના આક્રમણને જોતાં ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદૂએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનના સરહદ પાસે આવેલા રાજસ્થાનના ગામડાંઓમાં આ તીડ જોવા મળે છે. તીડની કુલ 10 પ્રજાતિ છે, જેમાં ભારતમાં તેની 4 પ્રજાતિ જોવા મળે છે. તીડ એક મોટા કદનું જીવજંતુ છે અને તે સ્થળાંતર કરતાં રહે છે. તીડનું ઝૂંડ લીલોતરી કે ખેતરમાં ઊભા પાક પર આક્રમણ કરે છે અને તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.
ખેડૂત ભાઈયો આવી અગત્યની માહિતી આપના મિત્રો ને જરૂર થી શેર કરજો જેથી કોઈ આ યોજનામાં અરજી કરવાનુ ચુકી ના જાય.
આવી બીજી અનેક યોજનાઓની તેમજ કૃષિને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો