પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓની ઓનલાઈન અરજી i-khedut પોર્ટલ પર તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૩૦/૦૬/૨૦૧૯ સુધી ચાલુ રહેશે.
લાભ લેવા ઈચ્છતા તમામ પશુપાલકોએ i-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- પશુપાલકોને મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય
- પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના
- મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપનાની યોજના
- ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ
- ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય
- દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દુધ ભેળસેળ ચકાસણી માટેના મશીનની (MADM) સહાય
- શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ - બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
- સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી - ફાર્મ સ્થાપનાની સહાય યોજના
- પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય વગેરે…
ખેડૂત મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા ખેડુત મિત્રોને ચોક્કસ શેર કરજો જેથી કોઈ ખેડૂત મિત્ર લાભ લેવાથી વંચીત રહી ન જાય.
આઈ ખેડુત પોર્ટલ પર જવા માટે અહી ક્લિક કરો…
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
આવી બીજી માહિતી મેળવવા માટે નીચેની લિન્ક પરથી એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.agrimedia&hl=en
અમારી ચેનલ સબ્સસ્ક્રાઈબ કરો અને મેળવો સરકારી યોજનાની માહિતીના વિડીયો