લઘુત્તમ ટેકાના ભાવે ચણા, રાઈ અને મગના જથ્થાની ખરીદી અંગેનો વિડીયો ગુજરાતીમાં અને સરળ રીતે સમજાય તેવો છે, જે અચુક પણે જોઈ લેવો.
રવિ સીઝન ૨૦૧૮-૧૯ અન્વયે ચણા । રાઈ (સરસવ) અને મગના જથ્થાની લઘુત્તમ ટેકાના ભાવેખરીદી ગુજરાત રજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવા માટે નોંધણી કરવાની જાહેરાત કરવા માં આવેલ છે.
અરજીની નોંધણી ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમ્યાન કરવાની રહે છે.
૮ એપ્રિલ, ૨૦૧૯ થી રાજ્યના કેન્દ્રો પરથી ખરીદીનો આરંભ થશે અને ૫ જુન-૨૦૧૯ સુધી ખરીદી કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા રવિસીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુત્તમ ટેકાના ભાવ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે.
ચણા રૂ. ૪૬૨૦ /- ક્વીન્ટલ (100 KG) એટલે કે રૂ. ૯૨૪ / મણ (20 KG)
રાઈ રૂ. ૪૨૦૦ /- ક્વીન્ટલ (100 KG) એટલે કે રૂ. ૮૪૦ / મણ (20 KG)
મગ રૂ. ૬૯૭૫ /- ક્વીન્ટલ (100 KG) એટલે કે રૂ. ૧૩૯૫ / મણ (20 KG)
ખરીદી કુલ ૧૨૧ APMC કેન્દ્રો ઉપરથી ખરીદી કરવામાં આવશે. જેમાં મગ માટે ૦૫ APMC કેન્દ્રો, ચણા માટે ૮૧ APMC કેન્દ્રો અને રાયડા માટે ૩૫ APMC કેન્દ્રો જાહેર કરવામાં આવેલા છે.
વધુ વિગત જાણવા માટે ઠરાવ નીચે આપેલ છે તે વાંચી લેવો.
વધારે જાણકારી માટે આપ ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિ. ના હેલ્પલાઈન નંબર ૮૫ ૧૧ ૧૭ ૧૭ ૧૮ । ૮૫ ૧૧ ૧૭ ૧૭ ૧૯ ઉપર સંપર્ક કરી શકો છો.
ખેડુત મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ લોકો ને શેર કરો જેથી કોઈ ખેડૂત મિત્ર આ માહિતીથી વંચીત રહી ન જાય.