ખેતરની ફરતે તાર ફેન્સીંગ અંગેની સરકારી સબસીડી મેળવવા માટે આઇ - ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા: 12 માર્ચ 2019 સુધી ઓનલાઇન અરજી થઇ શકશે.
જેમાં તાર ફેન્સીંગના પ્રતિ રનીંગ મીટર દીઠ રૂ . 300 અથવા ખરેખર થનાર ખર્ચમાંથી જે ઓછુ હશે એની 50 ટકા રકમ સબસીડી તરીકે ચુકવાશે . આ સબસીડી બે તબ્બકામાં મળશે . જેમાં પ્રથમ તબક્કામાં 25 ટકા અને બાકીની 75 ટકા સહાય બીજા તબક્કામાં મળશે .
સંયુક્ત તપાસ ટીમની ચકાસણી અને થર્ડ પાર્ટી દ્વારા જી . પી . એસ . સિસ્ટમથી ઈન્સપેકશન રીપોર્ટ મળ્યા બાદ જ સહાય ચુકવાશે .
આ સહાય મેળવવા માટે ખેડૂતોએ સંગઠીત થઈ અને સામૂહિક ધોરણે ક્લસ્ટર માટે અરજી કરવાની થશે.
સબસીડીની ચુકવણી પણ અરજદારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જુથ લીડરના ખાતામાં જ થશે
નવી યોજના હેઠળ તૈયાર થતી તારની વાડ ઉંચી હોવાથી રોઝ એને કુદી નહિ શકે તેમજ આ વાડની નીચેના ભાગે જાળી હોવાથી ભૂંડ પણ એમાંથી પસાર નહિ થઇ શકે .
આ યોજના હેઠળ ૫૦ ટકા રકમ સરકાર અને ૫૦ ટકા રકમ ખેડૂતોએ ભોગવવાની થશે.
અરજી ઓનલાઈન કરવા માટે નીચે આપેલ વેબસાઈટની લિન્ક પર ક્લિક કરો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
પોર્ટલની એપ્લિકેશન પરથી પણ આપ અરજી કરી શકો છો એપની લિન્ક નીચે આપેલ છે
https://play.google.com/store/apps/details?id=com.ikhedut.gujarat
આ પ્રકારની બીજી અનેક માહિતી મેળવવા નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરો આગ્રીમિડીયા વિડીયો એપ.