દુધી સ્વચ્છ પાણીથી ધોઈ સાફ કરવી. હાથ પીલરથી ઉપરની છાલ ઉતારવી. છાલ ઉતારેલ દુધીને ૫ મીમી સાઈઝની ખમણી વડે શ્રેડીંગ કરવું. તૈયાર થયેલ શ્રેડનું ૮૨ થી ૮૬ ડીગ્રી સેલ્સીયસ ગરમ પાણીમાં ૩ થી ૪ મીનીટ માટે બ્લાન્ચીંગ કરવું. બ્લાન્ચ થયેલ શ્રેડને નિતારી સેન્ટ્રીફ્યુગલ જ્યુસમાં તેનો રસ કાઢવો. કાઢેલાં રસમાં ૧ થી ૨ ટકા આદૂ અને લીંબુનો રસ તથા ૦.૫ ટકા સિંધાલૂણ ઉમેરી બરાબર મિક્સ કરવું. તૈયાર થયેલ રસને ૮૫ ડીગ્રી સેલ્સીયસ તાપમાને ૨ મીનીટ માટે સ્ટેનલેસ સ્ટીલનાં પાત્રમાં ઉકાળવું. ઉકળતા રસને અગાઉથી સ્વચ્છ જંતુરહીત કરેલી ૨૦૦ મીમી સાઈઝની કાચની બોટલમાં ભરી કેપ લગાવી સીલીંગ કરવું. તૈયાર થયેલ બોટલને ઉકળતા પાણીમાં ૨૦ મીનીટ ડુબાડી બહાર કાઢી લેવી. બોટલનો રેફ્રીજરેટરમાં તથા સામાન્ય સ્ટોરેજમાં સંગ્રહ કરવો.
WATCH VIDEO