આ ફળની ખેતીનું ગુજરાતમાં છે ઉજળું ભવિષ્ય, એક એકર કમાઈ આપશે લાખો રૂપિયા
જમીન
ગુજરાતમાં વલસાડ, કચ્છ ખેતી માટે પરફેક્ટ છે. પહાડી અને ખુલ્લા મેદાનમાં આ ખેતી વધુ થાય છે. આ ફળ ફળને 1000 મીટરથી 2500 મીટર ની દરિયાઈ ઉંચાઈ ઉપર કરી શકાય છે. કિવિની પ્રચલિત જાતોમાં અબ્બોટ, અલીસન, બ્રુનો, હેવર્ડ અને તોમુરી છે.
વાવણી
કિવિના વેલા હોય. જે 9 મીટર સુધી વધી શકે છે અને તે 4 થી 5 વર્ષ પછી ફળ આપવાનું શરુ કરી દે છે. ફૂલ આવવાથી પાક પાકે ત્યાં સુધીનો સમયગાળો લગભગ 100 દિવસ હોય છે.
કલમ કરવી
કિવિ એકલિંગી પ્રજાતી છે. તેથી માદા કલમો સાથે નરની જોડાયેલ કલમોને લગાવવામાં આવે છે જેથી સારી રીતે વિકાસ થઇ શકે અને વધુ ઉત્પાદન મેળવી શકાય. આઠ માદા વેલો માટે એક નર વેલ જરૂરી હોય છે. તેની કલમોને વસંત ઋતુ માં લગાવવામાં આવે છે.
દ્રાક્ષની જેમ માંડવા બંધાય
કિવિને પણ દ્રાક્ષ ની જેમ માંડવા બાંધીને ઉજાડવામાં આવે છે. તેનું નિંદામણ અને કાપ-કૂપ ઉનાળા અને શિયાળો બન્ને સિઝનમાં કરવામાં આવે છે. નિયમિત નિંદામણ કરવાથી કિવિનું ઉત્પાદન સારુ થાય છે.
કિવિના ફળ નવેમ્બર મહિનામાં પાકવાના શરુ થઇ જાય છે. કિવિ ને ખુબ પાણીની જરૂર પડે છે તેથી સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.
માવજત
500 ગ્રામ એનપીકે મિશ્રણ દરેક વર્ષ દીઠ વેલ 5 વર્ષ ની ઉંમર સુધી આપવી જોઈએ ત્યાર પછી 900 ગ્રામ નાઈટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 900 ગ્રામ પોટાશ ને દર વર્ષે વેલ ને આપવું જોઈએ,
ખાતર
મૂળ બળતા બચાવવા માટે બાવીસ્ટીન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીના હિસાબે છોડમાં આપવું જોઈએ. તેનું ઉત્પાદન સરેરાશ 80 થી 90 ગ્રામનું હોય છે. તેના ફળને 0 ડીગ્રી તાપમાન ઉપર કોલ્ડ સ્ટોરેજ માં 4 થી 6 મહિના રાખી શકવામાં આવે છે પરંતુ સામાન્ય અવસ્થામાં 8 અઠવાડિયા સુધી ફળ ખરાબ થતું નથી.
ઉત્પાદન
કિવિના એક વેલ થી દર વર્ષે 40 થી 60 કિલો ફળ મળે છે. હેક્ટર દીઠ 20થી 50 ટન કીવીનો ફાલ ઉતરે છે. ફળને બજારમાં મોકલતા પહેલા 3 થી 4 કિલો ની ક્ષમતા વાળા કાર્ડબોર્ડ માં પેક કરવા જોઈએ. બજાર સરેરાશ ભાવને જોતા 1 એકર જમીનમાંથી લગભગ 8 લાખ રૂપિયા દર વર્ષે કમાઈ શકાય છે.