ઉનાળુ તલ માટે જાત ની પસંદગી
ગુજરાત તલ -3, ગુજરાત તલ -5 જાત નું વાવેતર કરી શકો છો.. બીજ નિગમ નું બીજ વાવો તો વધુ સારું જે માટે નજીક ના બીજ નિગમના અધિકારી ને મળવું..અથવા સારી માન્યતાવાળી પ્રાઇવેટ કમ્પનીમાંથી પણ ઉપરની જાતો લાવી વાવેતર કરવું..
ગુજરાત તલ 10 નમ્બર આવે તે કાળા તલ ની જાત છે.
વાવેતર સમય
ફેબ્રુઆરી મહિનામાં કરી શકાય છે.
જમીન તૈયાર કરો ત્યારે દેશી ખાતર કે સેન્દ્રીય ખાતર સાથે..ટ્રાઇકોડરમાંને મલ્ટીપ્લાય કરી ને આપવું…
જમીન અને જમીનની તૈયારી
હલકી, મધ્યમ કાળી, સારા નિતાર વાળી સમતલ જમીનમાં તલનુંં વાવેતર કરવું. અગાઉના પાકના જડિયા દુર કરી, ઓરવાણ કર્યા બાદ વરાપ થયે હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ઢેફાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.કયારા નાના અને સમતલ કરવા. કયારામાં પાણી ભરાઈ રહેવાથી તલના ઉગાવા ઉપર અસર થાય છે અથવા તો ઉગેલા તલ બળી જાય છે.
મલ્ટિપ્લાય કરવાની રીત
200 લીટર પાણીમાં ટ્રાઇકોડરમાં નાખી ને 2 કિલો ગોળનું પાણી નાખીને 2 દિવસ રહેવા દેવું…
2 દિવસ પછી આ મલ્ટિપ્લાય કરેલું પાણીને સેન્દ્રીય ખાતર કે દેશી ખાતરમાં નાખીને આપવું જમીન તૈયાર કરો ત્યારે…જેથી જમીન જન્ય ફૂગના કારણે સુકારોના આવે…પાણી પેલા જ પાલ બાંધવી…
સેન્દ્રીય ખાતર વિધે 1 થેલી 50 કિલોની નાંખવી
રાસાયણિક ખાતર (DAP યુરિયાની જગ્યાએ..)
NPK કણસોરતીયા પ્રવાહી જૈવીક ખાતર વાપરવું..
NPK કણસોરતીયામાં ત્રણ જાતના કુદરતી બક્ટેરિયા હોય છે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત પૂરી પાડે છે..
એક લીટર NPK એક એકરમાં પિયત સાથે આપવું..
NPK કણસોરતીયા તમને તમારા તાલુકા માં આવેલ ઇફકો, ક્રિભકો, GNFC, વગેરેના ખાતરના ડેપો હોય ત્યાંથી મળી જશે.
પિયત
હંમેશા ઓરવાણ કરીને તલનું વાવેતર કરવું.
પ્રથમ પિયત : વાવણી બાદ તરત
બીજુ પિયત : વાવણી બાદ છ દિવસે આપવું.
ત્રીજુ પિયત : જયારે છોડ ચાર થી પાંચ પાંદડે થાય ત્યારે જ આપવું.
ત્યાર પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ ના અંતરે આપવા. ઉનાળુ તલને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. પાણીના કાર્યક્ષામ ઉપયોગ માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ છે. જેના માટે ૯૦ સે.મી.ના અંતરે (જોડકા હારમાં ૩૦-૬૦-૩૦ સે.મી.) લેટરલ ગોઠવી તેના પર ૬૦ સે.મી. ના અંતરે ૪ લી./કલાકની ક્ષામતાના ડ્રીપર ગોઠવી એકાંતરા દિવસે (કુલ ૩૪ પિયત એટલે કે ૩ર + ર કોમન પિયત) ૧.ર કિલો પ્રતિ ચો.સે.મી.ના દબાણે બે કલાક અને ૧૦ મીનીટ ચલાવવી.
ફૂલ અવસ્થા
ફૂલ અવસ્થા ખુબજ મહત્વની હોય છે પાકના આખા ઉત્પાદન નો મુખ્ય આધાર ફૂલની માવજત ઉપર જ હોય છે..એટલે ફૂલના વિકાસ માટે…ફૂલ ખરે નહિ તે માટે..છોડના વિકાસ માટે.. બેનજાઈલ એડીનાઇન પ્યુરીન (આ નવું ટેકનીકલ નામ છે.. માર્કેટમાં વેપારી નામ જુદું હોય પણ આ તત્વ એની અંદર હોય છે) નો સ્પ્રેય કરવો..
નિંદામણ અને આંતરખેડ
તલના પાકને શરૂઆતના ૪પ દિવસ નિંદામણ મુકત રાખવાથી છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી થાય છે. તલનું વાવેતર કરી પ્રથમ પિયત આપ્યા બાદ તરત જ એલાકલોર ૧.પ લી./હેકટર (૬૦ મીલી ૧૦ લીટર પાણીમાં) જમીન ઉપર છંટકાવ કરવો. જરૂરત મુજબ હાથથી નિંદામણ તથા આંતરખેડ કરવી. મજૂરની અછત હોય તો તલ ઉગ્યા બાદ ૧પ દિવસે ઉભા પાકમાં કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિલો પ્રતિ હેકટર દવાનો નિંદામણ ઉપર છંટકાવ કરવો.
રોગ અને જીવાત
ઉનાળુ તલમાં રોગ અને જીવાત નહિંવત આવે છે. ખાસ કરીને ગુચ્છપર્ણનો રોગ ઉનાળુ તલમાં જોવા મળે છે. રોગની અસરવાળા પાન કીનારીથી નીચેની બાજુ ઢળી જઈ કોકડાઈ જાય છે, જેથી તેને પાનનો કોકડવા પણ કહે છે. ફુલ બેસવા સમયે ફુલનુું પાનમાં રૂપાંતર થઈ જવાને કારણે પાનનો વિકૃતગુચ્છ બને છે જેથી બૈઢા બેસતા નથી. આ રોગ તડતડીયા નામની જીવાતથી ફેલાતો હોય તડતડીયાના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૩ મી.લી. અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. રોગીષ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
પાકવાના દિવસો
80 દિવસ થી 92 દિવસ હોય છે.
કાપણી
તલના પાન અને બૈઢા પીળા પડવા માંડે ત્યારે સમજવું કે પાક તૈયાર થઈ ગયો છે. તલની કાપણી કરી તેના પુળા વાળી ખેતરમાં જ ઉભડા કરી તાપમાં સુકાવા દેવા. ઉભડા સુકાઈ જાય એટલે કાપડ કે પ્લાસ્ટીકના કંતાનમાં તલ ખંખેરી લેવા. આમ બે કે ત્રણ વખત તલ ખંખેરી,વ્યવસ્થીત સાફ કરી, સુકવ્યા બાદ ગ્રેડિંગ કરી, ઉંદર કે જીવાંતથી નુકશાન ન થાય તેવી જગ્યાએ સંગ્રહ કરવો. સંગ્રહ કરેલ તલમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો એલ્યુમીનીયમ ફોસ્ફાઈડ પ ગ્રામનું એક પાઉચ પ૦૦ કિલો તલ પ્રમાણે મુકી ફયુમીગેશન કરવું.
ઉત્પાદન
તલનું ઉત્પાદન 1800થી 2000 કિલો હેકટરે મળે છે..