હાલમાં તારીખ ૬ થી ૮ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન એગ્રો વર્લ્ડ ૨૦૧૯, પુસા, દિલ્હી ખાતે યોજાવામાં આવેલ. જેમાં વિવિધ ઉદ્યોગ સાહસીકો તેમજ ઔધોગિક એકમોને ઈન્ડિયા એગ્રીબિઝનેસ એવોર્ડ -૨૦૧૯ એનાયત કરવામાં આવેલ.
ગાંધીનગર ખાતે આવેલ ડિજીટલ એગ્રીમિડીયાને ઈન્ડિયન ચેમ્બર ઓફ ફુડ એન્ડ એગ્રીકલ્ચર, નવી દિલ્હી દ્વારા ઈન્ડિયા એગ્રીબિઝનેસ એવોર્ડ - ૨૦૧૯ એનાયત કરવામાં આવેલ.
ડિજીટલ એગ્રીમિડીયા જે ખેડૂતો તેમજ પશુપાલકોના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ ઈ.સ. ૨૦૦૫ થી કરી રહી છે. જેમાં ફિલ્મ પ્રોડક્શન, પ્રિન્ટ મિડીયા, મોબાઈલ એપ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા એગ્રીબિઝનેસ એવોર્ડ -૨૦૧૯ : ડિજીટલ એગ્રીમિડીયા, ગાંધીનગર, ગુજરાત
ફિલ્મ પ્રોડક્શન : ફિલ્મ પ્રોડક્શનમાં ડિજીટલ એગ્રીમિડીયા ખુબ બહોળો અનુભવ ધરાવે છે. ડિજીટલ એગ્રીમિડીયા દ્વારા ૨૦૦૫ થી શરૂ કરીને અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ એડ ફિલ્મ, ૪૫૦ થી વધુ ડોક્યુમેન્ટરી ફિલ્મ, ૪૫ થી વધુ ક્વિકી તેમજ ૪૦ થી વધુ શોર્ટ ફિલ્મોનુ પ્રોડક્શન કરેલ છે.
ફિલ્મ પ્રોડક્શનની વધુ જાણકારી માટે અહી કિલ્ક કરો
ટેલિકાસ્ટિંગ સર્વિસીસ : ભારતમાં ઈલેક્ટ્રોનીક મીડીયા ક્ષેત્રે કામ કરતી ટીવી ચેનલોમાં પ્રોડક્ટ પ્રમોશન અને સર્વિસ માટેની જાહેરાત કરી આપવાની સેવાકીય પ્રવૃતિઓ ડીજીટલ એગ્રીમિડીયા દ્વારા કરવામાં આવે છે.
પ્રિન્ટ મિડીયા સર્વિસ : ભારતના કોઈ પણ સમાચાર પત્રોમાં એડ આપવા માટે ડિજીટલ એગ્રીમિડીયા દ્વારા પ્રિન્ટ મિડીયા એજન્સી તરીકે પણ સેવાઓ આપેલ છે. પ્રિન્ટ મિડીયા દ્વારા અહી ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોચી શકાય અને અને ગ્રાહકોને ખુબજ આકર્ષક એડની ડીઝાઈન તૈયાર કરી આપી સંપુર્ણ સંતોષકારક સેવાઓ આપવામાં આવે છે.
એગ્રીમિડીયા ફિલ્મ ડીવીડી : ડિજીટલ એગ્રીમિડીયા દ્વારા છેલ્લા ૧૪ વર્ષમાં ખેડૂત ભાઈઓ તેમજ પશુપાલકોના વિકાસ માટે, તેઓની નાની કે મોટી સમસ્યાઓના નિવારણ તેમજ તેઓના વ્યવસાયમાં વધુમાં વધુ આવક મેળવવામાં સહાયતા કરવા માટે ગુજરાતી ભાષામાં ૧૨૬ તેમજ હિન્દી ભાષામાં ૬૦ ફિલ્મની ડીવીડી બનાવેલ છે. જે ખેડૂતો ઓનલાઈન (agrimediafilm.com) અને ટેલીફોન : +91 9427418235 પર ફોન કરીને મંગાવી શકે છે. જેના દ્વારા તેઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે છે.
એગ્રીમિડીયા ફિલ્મની ડીવીડી ખરીદવા માટે અહી કિલક કરો
ડીજીટલ એગ્રીમિડીયાની સેવાઓની વધુ જાણકારી માટે સંપર્ક કરવા અહી ક્લિક કરો
એગ્રીમિડીયા વિડીયો એપ
અનેક કોમર્સિયલ સેવાઓની સાથે ડિજીટલ એગ્રીમિડીયા દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકોના વિકાસ માટે ફક્ત સેવાના હેતુથી એન્ડ્રોઈડ તેમજ આઈ. ઓ. એસ. એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. જે એગ્રીમિડીયા વિડીયો એપના નામથી ખુબજ લોકપ્રિય બનેલ છે. જેમાં ફક્ત ૧.૭ વર્ષના ટુકા ગાળામાં ૧ લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો જોડાઈ ચુક્યા છે.
એગ્રીમિડીયા દ્વારા તેમના યુઝર્સ (વપરાશ કર્તા)ઓને તેઓની તમામ સમસ્યાઓના ત્વરીત નિકાલ માટે, તેઓના વ્યવસાયને લગતા જ્ઞાનમાં વધારો કરવા માટે રોજે રોજ નવી નવી અને ઉપયોગી માહિતી એકઠી કરી અને તેઓ સમજી શકે તેવી ભાષામાં રુપાંતર કરી અને જાણકારી પહોચાડવા માટે તેમજ બીજી અનેક સેવાઓમાં સહયોગ માટે એક અલાયદા ટીમ રાખવામાં આવેલ છે.
હવામાન : એગ્રીમિડીયા એપમાં હવામાનની લેટેસ્ટ માહિતી, કે જે આવનારા ૩ દિવસનુ હવામાન કેવુ રહેશે? વરસાદ અને તાપમાન કેવુ રહેશે તેની દરેક પ્રકારની માહિતી મળી રહે છે.
એગ્રી કેલ્ક્યુલેટર : એગ્રી કેલ્ક્યુલેટર જે ખાતરની ગણતરી, પ્લાન્ટ પોપ્યુલેશન અને બીજદરની ગણતરીમાં મદદરૂપ થાય છે.
ખરીદ વેચાણ : ખેડૂત મિત્રોને બજારમાં ઓછા ભાવ મળવાની સમસ્યાઓ રહે છે, તેના નિવારણ માટે તેઓને ખરીદ વેચાણનો એક વિભાગ આપવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનને જાતે ભાવ નક્કિ કરી વહેચી શકશે, તેમજ પોતાના જુના ઓજારો, પશુઓ, જમીન વગેરેનુ વેચાણ પણ કરી શકશે.
સમસ્યા અને સમાધાન : ખેડૂત મિત્રોને તેમની પરંપરાગત ખેતીમાં જે સમસ્યાઓ કે અડચણો આવે છે જેમકે રોગ, જીવાત ની સમસ્યા હોય કે ખાતર પાણીની સમસ્યા કે પછી બીજી કોઈ સમસ્યા હોય તેઓની દરેક સમસ્યાઓના નિવારણ માટે એગ્રીમિડીયા એપમાં એક વિભાગ આપવામાં આવેલ છે જે એપના યુઝરનો સૌથી લોકપ્રિય વિભાગ રહેલ છે. જેમા યુઝરની દરેક સમસ્યાઓનુ સમાધાન કૃષિ તજજ્ઞો દ્વારા ખુબજ સરળ ભાષામાં આપવામાં આવે છે.
કિસાન મોલ : ખેડૂતોને કિસાન મોલ નામનો એક અલાયદો વિભાગ આપવામાં આવેલ છે, જેમાં ખેડૂતો ખાતર, દવા, બિયારણ, ઓજારો વગેરેની માહિતી સંપુર્ણ સાચી અને કોઈ પણ વ્યક્તિ સમજી શકે તે ભાષામાં જણાવવામાં આવેલ છે, જે ખેડૂત મિત્રોને બજારમાં થતી છેતરપિંડીથી બચાવે છે.
શુ આપે હજી સુધી આ એપ નથી જોઈ? તો કોની રાહ જુવો છે નીચેની લિન્ક પરથી એપ ડાઉનલોડ કરો એન વિકાસની ગાડી પકડી લો.